ઇંગ્લેન્ડની શાળાઓમાં ભોજનના નવા નિયમ, ડીપ ફ્રાય ખોરાક પર પ્રતિબંધ

Tuesday 15th September 2026 10:10 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં શાળાના નવા ભોજન નિયમો અંતર્ગત ડીપ-ફ્રાય ખોરાક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગવર્નમેન્ટ દ્વારા ઇંગ્લેન્ડમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયગાળામાં શાળાના ભોજનમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે જે હેઠળ તાજા ફળો અને શાકભાજીને પ્રોત્સાહન આપવામાં આવશે.

શાળાના નવા ફૂડ સ્ટાન્ડર્ડ્સ હેઠળ શાળાઓ પર પણ નિયમિત નિરીક્ષણ રાખવામાં આવશે. શાળાઓને દરેક મેઇન મીલ સાથે શાકભાજી પીરસવા અને પિઝા, સોસેજ રોલ તેમજ વધુ પડતી ખાંડવાળા પુડિંગ્સ પર મર્યાદા મૂકવા માટે કહેવામાં આવશે. મેનૂમાં વધુ ફળો અને ફાઇબરથી ભરપૂર 'હોલ ગ્રેઇન્સ' સામેલ કરવા જરૂરી બનશે. આ ઉપરાંત, સપ્તાહમાં ઓછામાં ઓછું એક વાર મુખ્ય ભોજનની સાથે મસૂર અને ચણા જેવા કઠોળ પીરસવામાં આવશે.

ખાંડયુક્ત અથવા ગળ્યા પીણાં તેમજ આઇસક્રીમ અને વોફલ્સ જેવી વધુ પડતી ખાંડ ધરાવતી વાનગીઓ પર નિયંત્રણ મુકાશે. મીઠાશ ધરાવતા બૅક્ડ ડેઝર્ટ્સમાં ફળનો એક આખો ભાગ સામેલ કરવો અથવા તેની સાથે ફળ પીરસવું ફરજિયાત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter