ઇંગ્લેન્ડની શાળાઓમાં હવે ડીપ ફ્રાઇડ અને વધુ સુગર ધરાવતા ભોજન પર પ્રતિબંધ

મેનૂમાં વધુ પ્રમાણમાં શાકભાજી, ફળો અને હોલ ગ્રેઇનનો સમાવેશ કરવો પડશે

Tuesday 14th April 2026 10:46 EDT
 
 

લંડન: ઇંગ્લેન્ડમાં શાળાઓના ભોજનના સ્તરમાં સુધારો કરવા માટે સરકારે એક મહત્વકાંક્ષી યોજના તૈયાર કરી છે. આ નવા પ્લાન હેઠળ શાળાઓમાં તળેલા ખોરાક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે અને વધુ ખાંડ ધરાવતી વસ્તુઓ પર મર્યાદા લાદવામાં આવશે.

યોજના અંતર્ગત અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં ખાંડયુક્ત વાનગીઓને બદલે તાજા ફળો પીરસવામાં આવશે. સોસેજ રોલ્સ અને પિઝા જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ દરરોજ ઓફર કરી શકાશે નહીં. ગળ્યા ડેઝર્ટ હવે અઠવાડિયામાં માત્ર એક જ વાર આપી શકાશે. મેનૂમાં વધુ પ્રમાણમાં શાકભાજી, ફળો અને આખા અનાજનો સમાવેશ કરવો ફરજિયાત રહેશે.

ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના આંકડા મુજબ, દર ત્રણમાંથી એક બાળક પ્રાથમિક શાળા છોડતી વખતે મેદસ્વી અથવા વધુ વજન ધરાવતું હોય છે. આ ઉપરાંત 5 થી 9 વર્ષના બાળકોમાં હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ વધુ પડતી ખાંડને કારણે થતો દાંતનો સડો છે.

શાળાઓએ હવે તેમના ભોજનના મેનૂ ઓનલાઇન પ્રસિદ્ધ કરવાના રહેશે. અર્લી એજ્યુકેશન મિનિસ્ટર ઓલિવિયા બેઈલીએ જણાવ્યું હતું કે,  સ્વસ્થ ખોરાક હંમેશા મોંઘો જ હોય તે જરૂરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter