ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં કાર પાર્કિંગ ચાર્જમાં 50 ટકા સુધીનો વધારો

દર્દીઓ, મુલાકાતીઓ અને સ્ટાફે એક વર્ષમાં 146 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં

Wednesday 03rd January 2024 08:45 EST
 

લંડનઃ છેલ્લા એક વર્ષમાં ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં કાર પાર્કિંગ ચાર્જમાં 50 ટકા સુધીનો વધારો થઇ ગયો છે. 2022-23માં દર્દીઓ અને મુલાકાતીઓએ કાર પાર્કિંગ માટે ઇંગ્લેન્ડમાં 146 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં હતાં તેનો અર્થ એ થયો કે દરરોજના 4 લાખ પાઉન્ડ પાર્કિંગ પેટે ચૂકવાયાં હતાં. આંકડા અનુસાર 2021-22માં હોસ્પિટલમાં કાર પાર્કિંગ માટે 96.7 મિલિયન પાઉન્ડ ચૂકવાયાં હતાં. હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા કાર પાર્કિંગ માટે ચૂકવાતી રકમમાં પણ આઠ ગણો વધારો થયો હતો.

વિપક્ષ લિબરલ ડેમોક્રેટે આ વસૂલાતને સારવાર પરના ટેક્સ જેવી ગણાવી સરકારની આકરી ટીકા કરી છે. 2019માં ટોરી પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં હોસ્પિટલમાં કાર પાર્કિંગના ચાર્જને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું.

રોયલ કોલેજ ઓફ નર્સિંગના ડિરેક્ટર પેટ્રિસિયા માર્કસે જણાવ્યું હતું કે, વધી રહેલો પાર્કિંગ ચાર્જ નર્સિંગ સ્ટાફ અને સપોર્ટ વર્કસના ઓછા પગારોનો મોટો હિસ્સો ખાઇ જાય છે. સરકારે નર્સિંગ સ્ટાફને પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ આપવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter