ઇંગ્લેન્ડમાં અલભ્ય ગુલાબી ધુમ્મસ જોવા મળ્યું

Tuesday 30th December 2025 09:21 EST
 
 

લંડનઃ ગયા સપ્તાહમાં ઇંગ્લેન્ડના ઘણા વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું ગુલાબી ધુમ્મસ જોવા મળ્યું. ઇંગ્લેન્ડમાં જોવા મળેલું ગુલાબી ધુમ્મસ હવામાં રહેલા પાણીના કણોના કારણે સર્જાયું હતું. રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે સૂર્યોદય સમયે ઓછા સૂર્યપ્રકાશના કારણે હવામાં રહેલા ભેજને પગલે ગુલાબી રંગ છવાઇ ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કોઇ અસામાન્ય ઘટના નહોતી. એટમોસ્ફિયરિક ફિઝિક્સના પરિણામે ગુલાબી ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસ જમીન પર છવાયેલું એક પ્રકારનું વાદળ છે. સૂર્યોદય સમયે સૂર્યપ્રકાશ વિખેરાઇ જતો હોય છે. તેના કારણે ગુલાબી રંગ છવાતો હોય છે. આ પ્રકારનું ધુમ્મસ આરોગ્ય માટે હાનિકારક હોતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter