ઇંગ્લેન્ડમાં નોકરીમાં જરૂર કરતાં વધુ લાયકાત ધરાવતા કામદારોની સંખ્યા સૌથી વધુ

તેમને સમકક્ષ લાયકાત ધરાવતા કામદાર કરતાં 18 ટકા ઓછું વેતન મળે છે

Tuesday 17th December 2024 10:07 EST
 

લંડનઃ વિકસિત દેશોના કામદારોની સરખામણીમાં ઇંગ્લેન્ડમાં પોતાની કામગીરી કરતાં વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા કામદારોની સંખ્યા સૌથી વધુ છે. ઇંગ્લેન્ડમાં દર પાંચમાંથી બે એટલે કે 37 ટકા કામદારો તેમની વર્તમાન નોકરીમાં જરૂર કરતાં વધુ લાયકાત ધરાવે છે. જેની સામે અન્ય વિકસિત દેશોમાં આ પ્રકારના કામદારોની સંખ્યા 23 ટકા છે.

31 દેશમાં સાક્ષરતા, ગાણિતિક ક્ષમતા અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ્સ જેવા માપદંડો પર તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડ વધુ પડતી શૈક્ષણિક લાયકાત ધરાવતા કામદારોની સંખ્યા સૌથી વધુ છે. નોકરીમાં જરૂર કરતાં વધુ લાયકાત અને કુશળતા ધરાવવાના કારણે સામાજિક અને આર્થિક કિંમત ચૂકવવી પડે છે.

ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે કામદારોમાં સ્કીલ લેવલનો અભાવ દૂર થઇ રહ્યો છે. હકીકત એ પણ છે કે નોકરીમાં જરૂર કરતા વધુ લાયકાત ધરાવતા કામદારો તેમના જેટલી જ લાયકાતને કારણે નોકરી મેળવનારા કામદારોના પગાર 18 ટકા ઓછા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter