ઇંગ્લેન્ડમાં વિદ્યાર્થીઓ સરેરાશ 53,000 પાઉન્ડના દેવા સાથે ગ્રેજ્યુએટ થાય છે

કોસ્ટ ઓફ લિવિંગ વધતાં પેઇડ વર્ક કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઉછાળો

Tuesday 24th June 2025 11:25 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં વિદ્યાર્થીઓ સરેરાશ 53,000 પાઉન્ડના દેવા સાથે ગ્રેજ્યુએટ થઇ રહ્યાં છે. કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થતાં વિદ્યાર્થીઓ દ્વારા લેવાતી લોનની રકમમાં પણ છેલ્લા એક વર્ષમાં 10 ટકાનો વધારો થયો છે.

સ્ટુડન્ટ્સ લોન કંપની દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર 2024-25માં અગાઉના વર્ષની સરખામણીમાં વિદ્યાર્થીની વ્યક્તિગત લોનમાં 5,000 પાઉન્ડનો વધારો થયો હતો. 2023-24માં ઇંગ્લેન્ડમાં સરેરાશ લોનનો આંકડો 48,270 પાઉન્ડ હતો.

ઇંગ્લેન્ડની સરખામણીમાં સ્કોટલેન્ડમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અંડરગ્રેજ્યુએટ ટ્યુશન વિનામૂલ્યે હોવાથી તેઓ ફક્ત 17,000 પાઉન્ડની લોન સાથે ગ્રેજ્યુએશન પુરું કરી શકે છે. નોર્ધન આયર્લેન્ડમાં 28,000 પાઉન્ડ અને વેલ્સમાં 39,470 પાઉન્ડના દેવા સાથે તેમનું ગ્રેજ્યુએશન પુરું થાય છે.

કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થતાં ટર્મ ટાઇમમાં પેઇડ વર્ક કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. એક સરવે પ્રમાણે 68 ટકા વિદ્યાર્થી સપ્તાહના સરેરાશ 13 કલાક કામ કરી રહ્યાં છે. જે છેલ્લા એક દાયકાનો સૌથી ઊંચો આંકડો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter