લંડનઃ લગભગ 14 મહિનાના ભીષણ યુદ્ધ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ વિરામ અંતર્ગત સૌથી પહેલાં મુક્ત કરાયેલા 3 ઇઝરાયેલી બંધકોમાં બ્રિટિશ ઇઝરાયેલી 28 વર્ષીય એમિલી ડમરીનો પણ સમાવેશ થાય છે. તેની માતા મેન્ડીએ જણાવ્યું હતું કે, 471 દિવસ બાદ મારી દીકરી આખરે ઘેર આવી છે. ઓક્ટોબર 2023માં હમાસના આતંકવાદીઓ દ્વારા એમિલીનું અપહરણ કરાયું ત્યારબાદ મેન્ડીએ અથાક અભિયાન ચલાવ્યું હતું. એમિલી ગાઝા સ્ટ્રીપમાં બંધક બનાવાયેલી છેલ્લી બ્રિટિશ ઇઝરાયેલી હતી. તેની માતા બ્રિટિશ અને પિતા ઇઝરાયેલી છે. હમાસના હુમલા દરમિયાન એમિલીએ તેના હાથની બે આંગળી ગુમાવી દીધી હતી.


