ઇતિહાસની સૌથી નાસ્તિક સંસદ, 249 સાંસદે બિનસાંપ્રદાયિક રીતે શપથ લીધાં

338 સાંસદોએ બાઇબલ, 14 સાંસદોએ કુરાનના શપથ લીધાં

Tuesday 16th July 2024 11:41 EDT
 
 

લંડનઃ બ્રિટનને ન કેવળ નાસ્તિક વડાપ્રધાન મળ્યાં છે સાથે સાથે ઇતિહાસની સૌથી નાસ્તિક સંસદ પણ મળી છે. નવી સંસદની રચના બાદ શપથ ગ્રહણમાં 40 ટકા સાંસદોએ ધર્મના આધારે શપથ લેવાના બદલે બિનસાંપ્રદાયિક રીતે શપથ ગ્રહણ કર્યાં હતાં. 2019માં આવા સાંસદોની સંખ્યા 24 ટકા હતી. કિંગ પ્રત્યેની નિષ્ઠા જાહેર કરવા માટે વડાપ્રધાન સ્ટાર્મર સહિત તેમની અડધી કેબિનેટે શપથ ગ્રહણમાં બિનધાર્મિક વિકલ્પ અપનાવ્યો હતો.

એક રિસર્ચ પ્રમાણે 625માંથી 249 સાંસદે બિનધાર્મિક રીતે શપથ લીધાં હતાં જ્યારે 338 સાંસદોએ બાઇબલ પર શપથ લીધાં હતાં. 14 મુસ્લિમ સાંસદોએ કુરાનના શપથ જ્યારે પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક સહિત 3 સાંસદે ભગવદ્દ ગીતાના શપથ લીધાં હતાં.

સંસદમાં ચૂંટાઇ આવેલાં લેબર પાર્ટીના 412 સાંસદોમાંથી 47 ટકાએ ઇશ્વર કે કોઇ ધાર્મિક ગ્રંથના આધારે શપથ લીધાં નહોતાં. લિબરલ ડેમોક્રેટના 72 સાંસદોમાંથઈ 47 ટકાએ બિનસાંપ્રદાયિક શપથ લીધાં હતાં. ગ્રીન પાર્ટીના તમામ 4, એસએનપીના 9માંથી 6 અને રિફોર્મ યુકેના પાંચમાંથી એક સાંસદે બિનસાંપ્રદાયિક રીતે શપથ ગ્રહણ કરવાનું પસંદ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter