ઇનહેરિટન્સ ટેક્સના કારણે 2,00,000 કરતાં વધુ નોકરી જોખમમાં મૂકાશે

આર્થિક પ્રવૃત્તિમાંથી 15 બિલિયન પાઉન્ડ હવા થઇ જશે, સરકારને ટેક્સમાં 1.9 બિલિયન પાઉન્ડનું નુકસાન થશેઃ સ્ટડી

Tuesday 03rd June 2025 10:49 EDT
 

લંડનઃ એક રિસર્ચ પ્રમાણે ફેમિલી બિઝનેસ અને ફાર્મ્સ માટેના ઇનહેરિટન્સ ટેક્સમાં પ્રસ્તાવિત બદલાવોના કારણે 2,00,000 કરતાં વધુ નોકરીઓ જોખમમાં મૂકાઇ જશે. ફેમિલી બિઝનેસ યુકે દ્વારા કરાયેલા સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે બિઝનેસ પ્રોપર્ટી રિલીફ અને એગ્રિકલ્ચરલ પ્રોપર્ટી રિલીફના નિયમોમાં બદલાવના સરકારના નિર્ણયને કારણે યુકેની આર્થિક પ્રવૃત્તિઓમાંથી 15 બિલિયન પાઉન્ડનો સફાયો થઇ જશે અને સરકારને કરવેરામાં 1.9 બિલિયન પાઉન્ડનું નુકસાન થશે.

એપીઆરમાં બદલાવના કારણે ક્વોલિફાઇંગ લેન્ડ પરના ઇનહેરિટન્સ ટેક્સમાં મળતી 100 ટકાની રાહત દૂર કરાશે જ્યારે બીપીઆરમાં બદલાવના કારણે બિઝનેસ પ્રિમાઇસિસ તરીકેની ઇમારતો પર પણ સમાન નિયમ લાગુ થશે.

ઓક્ટોબર 2024માં ચાન્સેલર રેચલ રીવ્ઝે જાહેરાત કરી હતી કે એપ્રિલ 2026થી 1 મિલિયન પાઉન્ડથી વધુ કિંમતની વારસામાં મળેલી કૃષિ સંપત્તિઓ પર 20 ટકા ઇનહેરિટન્સ ટેક્સ ચૂકવવાનો રહેશે. ફેમિલી બિઝનેસ યુકેના જણાવ્યા અનુસાર આ બદલાવોના કારણે 2,08,000 નોકરીઓ જશે. સૌથી વધુ અસર કોર્નવોલ અને આબેરદીનશાયર વિસ્તારોમાં જોવા મળશે. કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ, એકોમોડેશન, હોસ્પિટાલિટી અને મોટર ઇન્ડસ્ટ્રી પર તેની વિપરિત અસર જોવા મળશે.




to the free, weekly Gujarat Samachar email newsletter