ઇન્ટરનેટ પર ભારતીય ડાયસ્પોરા વિરોધી નફરતમાં વધારો ગંભીર ચિંતાજનકઃ બ્લેકમેન

કેટલાક લોકો દ્વારા ભારતીયો વિરુદ્ધ સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છેઃ હેરોના સાંસદ

Tuesday 31st March 2026 10:12 EDT
 
 

લંડનઃ અમેરિકન એનજીઓ નેટવર્ક કોન્ટેજિયોન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં તારણ આપવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ઇન્ટરનેટ પર ભારતીયો વિરોધી નફરતમાં મોટો વધારો નોંધાયો છે. બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને આને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે.

સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ અને ખોટી માહિતી શોધવાનું કામ કરતી એનજીઓએ તેના રિપોર્ટમાં જણાવ્યું છેકે 2025માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતીયો વિરુદ્ધની નફરતમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો હતો.

હેરો ઇસ્ટના સાંસદ બ્લેકમેને જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં ભારતીય સમુદાયના યોગદાનને લક્ષ્યાંક બનાવવા માટે કેટલાક લોકો દ્વારા સુનિયોજિત રીતે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સ્પષ્ટ રેસિઝમ છે. યુકે અને સમગ્ર વિશ્વમાં ભારતીય સમુદાય આપણા સમાજોમાં અસામાન્ય યોગદાન આપી રહ્યો છે. તેમના યોગદાનની પ્રશંસા કરવી જોઇએ. હું હંમેશા ભારતીય સમુદાયને લક્ષ્યાંક બનાવતા કોઇપણ સ્વરૂપના પક્ષપાતની સામે લડતો રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter