લંડનઃ 22થી 28 સપ્ટેમ્બર 2025 વચ્ચે ઉજવાયેલા 8મા મેથ્સ વીક સ્કોટલેન્ડમાં ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડ અંતર્ગત બ્રિટિશ યૂથ ઇન્ટરનેશનલ કોલેજ દ્વારા સમગ્ર વિશ્વમાંથી 11 યુવા પ્રતિભાને સન્માનિત કરાયાં હતાં. મેથ્સ ઓલિમ્પિયાડમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓને દબદબો જોવા મળ્યો હતો. જેમાં કાર્શલટનની પ્રાચી પટેલને લેવલ ટુ, , લંડનની નિતારા મદન લેવલ થ્રી, ન્યૂકેસલની વેનિશા વલ્લુરીને લેવલ 4, માન્ચેસ્ટરની કેરસાલ કોમ્યુનિટી સ્કૂલના 8 વર્ષીય રિશાન આદર્શને લેવલ 5, બાર્ન્સલીના અધ્રિત અલ્લુરીને લેવલ 8, રેડહીલના જયદીપ અમ્મીરાજુને લેવલ 10ના વિજેતા જાહેર કરાયાં હતાં.
ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં ભારતીયો
પ્રાચી પટેલ – કાર્શલટન – લેવલ 2 વીનર
નિતારા મદન – લંડન – લેવલ 3 વીનર
વેનિશા વલ્લુરી – ન્યૂ કેસલ – લેવલ 4 વીનર
રિશાન આદર્શ – માન્ચેસ્ટર – લેવલ 5 વીનર
અધ્રિત અલ્લુરી – બાર્ન્સલી – લેવલ 8 વીનર
જયદીપ અમ્મીરાજુ – રેડહીલ – લેવલ 10 વીનર


