ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર નિયંત્રણો લાદવાની બ્રેવરમેનની યોજનાનો ઉગ્ર વિરોધ

વિજ્ઞાનમાં રિસર્ચનો મોટો મદાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર – સાયન્સ મિનિસ્ટર

Wednesday 18th January 2023 06:08 EST
 
 

લંડન

વિદેશી વિદ્યાર્થીઓ પર નિયંત્રણ લાદવાની હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની યોજનાનો સાયન્સ મિનિસ્ટર દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. તેમણે જણાવ્યું છે કે યુનિવર્સિટીઓમાં થતા રિસર્ચનો મોટો મદાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર રહેલો છે.

સાયન્સ મિનિસ્ટર જ્યોર્જ ફ્રીમેને જણાવ્યું હતું કે, બ્રિટનની સાયન્સ સુપરપાવર બનવાની મહત્વાકાંક્ષાનો આધાર વિદેશી સંશોધકોને આકર્ષવા પર રહેલો છે. તેની સામે હોમ સેક્રેટરી ઇમિગ્રેશન ઘટાડવાની સરકારની ઇચ્છાને પૂરી કરવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવા માગે છે. સરકાર ઇચ્છે છે કે નબળાઅભ્યાસક્રમો માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યોની સંખ્યા પર નિયંત્રણ લાદવામાં આવે.

સુએલા બ્રેવરમેને ગ્રેજ્યુએટ વિઝાની સંખ્યા પર નિયંત્રણ લાદવાની યોજના તૈયાર કરી છે. બ્રિટનની ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને જ વિઝા આપવાનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીઓ દ્વારા પણ આ પગલાંનો વિરોધ થઇ રહ્યો છે.

ફ્રીમેને જણાવ્યું હતું કે, ગ્લોબલ સાયન્સ રિસર્ચમાં કુશળતા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અત્યંત મહત્વનો છે. યુનિવર્સિટી ફંડિંદ, રિસર્ચ અને ટિચિંગમાં આપણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી થતી આવક પર ઘણા નિર્ભર છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter