લંડનઃ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મામલામાં ટોચના દેશોમાં બ્રિટન સ્થાન ધરાવે છે. માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં યુકે બીજા સ્થાને છે. એક રિપોર્ટ અનુસાર અન્ય વિકસિત દેશોની સરખામણીમાં યુકે ડિગ્રીઓ પર વધુ નાણા ખર્ચે છે પરંતુ કુલ ખર્ચમાં વર્ષ 2015થી 2020 વચ્ચે ઘટાડો થયો છે. અન્ય દેશોની સરખામણીમાં વાલીઓ તેમના સંતાનોના ઉચ્ચ શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરે છે.
રિપોર્ટ અનુસાર યુકેમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 16 ટકા છે. યુકેમાં માસ્ટર અભ્યાસક્રમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 39 ટકા છે. યુકેમાં કુલ 6,00,000 ઇન્ટરનેશનલ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મામલામાં અમેરિકા ટોચના સ્થાને છે. યુકેની યુનિવર્સિટી સ્ટુડન્ટ સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 20 ટકા રહે છે. તેમાંથી 60 ટકા એશિયન દેશોમાંથી આવે છે.


