લંડનઃ કાર્ડિફ યુનિવર્સિટીની કાઉન્સિલના અધ્યક્ષે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીને અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો ઇશ્વરદત્ત અધિકાર મળેલો નથી. ઊંચી ટ્યુશન ફી ચૂકવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના કારણે જ યુનિવર્સિટી અસ્તિત્વ ટકાવી શકી છે.
પેટ્રિક યંગે સેનેડની કમિટીને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થઇ રહ્યો છે તેથી વ્યાપક કાપ મૂકવા સિવાય અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. યંગ અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વેન્ડી લાર્નરે ખર્ચમાં કાપ મૂકવાનો પ્રસ્તાવ યુનિવર્સિટીની કાઉન્સિલ સમક્ષ રજૂ કરાય તે પહેલાં સેનેડના સભ્યો સાથે મુલાકાત કરી હતી.