લંડનઃ બ્રિટનના ઇન્ડો-પેસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા ગયા સપ્તાહમાં ગુરુવારે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. લેબર સરકારની કેબિનેટમાં મંત્રી બન્યા બાદ સીમા મલ્હોત્રાની આ પ્રથમ ભારત મુલાકાત છે. સીમા મલ્હોત્રા બેંગ્લોર અને ચેન્નઇની મુલાકાત લીધી હતી.
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશને સીમા મલ્હોત્રાની મુલાકાત પર જણાવ્યું હતું કે, તેમની ભારત મુલાકાતથી બંને દેશ વચ્ચેના વેપાર કરારને વધુ વેગ મળશે. મલ્હોત્રા બેંગ્લોર અને ચેન્નઇમાં કાર્યરત બ્રિટિશ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. મલ્હોત્રાની મુલાકાત દરમિયાનમહિલાઓ માટેના સાઉથ એશિયા માટેના સ્ટેમ સ્કોલરશિપ પ્રોગ્રામની પણ જાહેરાત કરાશે. આ પ્રોગ્રામ અંતર્ગત 4,00,000 પાઉન્ડની 10 નવી સ્કોલરશિપ અપાશે.
ચેન્નઇની મુલાકાતમાં સીમા મલ્હોત્રાએ વિઝા ફ્રોડ વિરુદ્ધ યુકેના અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ તબક્કામાં પંજાબમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. તેની સફળતા બાદ હવે તેનો તામિલનાડુમાં પ્રારંભ કરાયો છે. યુકેના ગેરકાયદેસર પ્રવાસ અટકાવવા, પરિવારોને ફ્રોડ સામે રક્ષણ આપવા, બનાવટી વિઝાનું દુષણ ડામવા યુકે સરકાર આ અભિયાન ચલાવી રહી છે.

