ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા પાર્લામેન્ટના ગ્રેટ કમીટી રૂમ ખાતે ૧૩મા અહિંસા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેક્રેટરી અોફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ અને એમપી એરિક પિકલ્સ, લોર્ડ ધોળકીયા, બેરી ગાર્ડીનર એમપી, અલોક શર્મા, એમપી અને અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષનો અહિંસા એવોર્ડ પેટાના સ્થાપક ડિરેક્ટર સુશ્રી ઇંગ્રીડ ન્યુકીર્કને અર્પણ કરાયો હતો.


