ઇમિગ્રન્ટ્સને કારણે બ્રિટનને દર વર્ષે 1,56,000 નવા મકાનનું નિર્માણ કરવું પડશે

વધી રહેલી વસતીના કારણે રહેણાંક સમસ્યા વધુ વિકરાળ બનવાની સંભાવના

Tuesday 06th February 2024 10:59 EST
 
 

લંડનઃ યુકેમાં આવતા ઇમિગ્રન્ટસને કારણે બ્રિટનને દર વર્ષે 1,56,000 નવા મકાનનું નિર્માણ કરવું પડશે. ઓએનએસ દ્વારા જારી કરાયેલા આંકડાના કારણે ઇમિગ્રેશન પર લગામ કસવા વડાપ્રધાન રિશી સુનાક પર નવેસરથી દબાણ સર્જાયું છે. ઓએનએસના નવા અંદાજ પ્રમાણે નેટ માઇગ્રેશનના કારણે 2036 સુધીમાં યુકેની વસતીમાં નવા 6.1 મિલિયન લોકો ઉમેરાશે. યુકેમાં નવા જન્મ લેતા બાળકોના કારણે વસતીમાં 5,41,000નો વધારો થશે.

સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝના એક એનાલિસિસ અનુસાર વસતીમાં થનારા વધારાના કારણે દેશને 2036 સુધીના આગામી વર્ષોમાં 5.7 મિલિયન નવા મકાનોની જરૂર પડશે. નેટ માઇગ્રેશનના કારણે નવા 2.3 મિલિયન મકાનનું નિર્માણ કરવું પડશે. તેનો અર્થ એ થયો કે દર વર્ષે 3,82,000 નવા મકાન તૈયાર કરવા પડશે. હાલ દેશમાં પ્રતિ વર્ષ 2,40,000 નવા મકાન તૈયાર થઇ રહ્યાં છે.

ઓએનએસના અંદાજ પ્રમાણે ઇમિગ્રેશનમાં રેકોર્ડ વધારાના કારણે 2026માં બ્રિટનની વસતી 70 મિલિયનને પાર કરી જશે. 2028 સુધીમાં દર વર્ષે બ્રિટન આવનારા ઇમિગ્રન્ટ્સની સંખ્યા 3,15,000 પ્રતિ વર્ષ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter