ઇમિગ્રેશન સુધારાઃ બ્રિટિશ નાગરિકના વિદેશી જીવનસાથી પર પણ તવાઇ આવશે

વિઝા રિન્યૂઅલ વખતે વિદેશી જીવનસાથીને દેશ છોડવાની ફરજ પાડવામાં આવશે

Tuesday 12th December 2023 12:27 EST
 

લંડનઃ લીગલ માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે રજૂ કરાયેલા નવા કાયદાઓના કારણે યુકેમાં વસતા પરિવારો વિભાજિત થઇ જાય તેવું જોખમ સર્જાયું છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર જે પરિવારની વાર્ષિક આવત 38700 પાઉન્ડ કરતાં ઓછી હશે તેવા બ્રિટિશ નાગરિકના વિદેશી જીવનસાથી વિઝા રિન્યૂ માટે અરજી કરશે ત્યારે તેમને દેશ છોડીને જવા કહેવામાં આવશે.

નિષ્ણાતો ચેતવણી આપી રહ્યાં છે કે નવા કાયદાઓના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં આવી જશે. જોકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ તેની નીતિનો બચાવ કરતાં કહે છે કે જો તમે કોઇને આ દેશમાં લાવો છો તો તમે તેની કાળજી માટે સક્ષમ હોવા જોઇએ.

પૂર્વ ટોરી મિનિસ્ટર ગેવિન બારવેલે જણાવ્યું હતું કે, ફક્ત અમીરો જ પ્રેમમાં પડી શકે, લગ્ન કરી શકે અને તેને યુકેમાં લાવી શકે તેમ કહેવું નૈતિક રીતે ખોટું છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, જ્યારે બ્રિટિશ નાગરિકના વિદેશી જીવનસાથી વિઝા રિન્યૂ કરાવવા માટે આવશે ત્યારે આ બદલાવો લાગુ કરાશે. અત્યારે તો લોકોએ આજની વિઝા જરૂરીયાતો જ પૂરી કરવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter