લંડનઃ સમાજમાં સૌથી વધુ મુશ્કેલીમાં હોય તેવા સહિતના ઇમિગ્રેશન સલાહ ઇચ્છતા લોકોનો ગેરલાભ લેવા માટે બર્મિંગહામ ક્રાઉન કોર્ટે 6 જાન્યુઆરીના રોજ સોલિહલના સૈયદ અલી શાહ ગિલાની અને વૂલ્વરહેમ્પટનના રિસાલત હુસેનને સજા ફફટારી હતી.
ગિલાનીને લાયકાત વિના જ ઇમિગ્રેશન સલાહ આપવા માટે 14 મહિના કેદની સજા કરાઇ હતી. તે ઉપરાંત તેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો. કોર્ટે ગિલાનીને પીડિતને વળતર પેટે 11,000 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.
રિસાલત હુસેનને ખોટી સલાહ આપી ફ્રોડ આચરવા માટે અદાલતે 250 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. ગિલાની જરૂરીયાતમંદોને વિવિધ ઓફિસો ખોલીને અનિયંત્રિત ઇમિગ્રેશન સલાહો અને સેવાઓ આપતો હતો. તેણે યુરોપિયન સંઘ સાથેની સંધિનો દુરુપયોગ કરીને ઇમિગ્રેશન સ્કેમ આચર્યું હતું.

