ઇરાન યુદ્ધઃ સ્ટાર્મરના વલણથી ખાડી દેશો અત્યંત નારાજ

ખાડીના સહયોગી દેશોને સુરક્ષા આપવામાં બ્રિટન નિષ્ફળ ગયો હોવાનો આરોપ

Tuesday 10th March 2026 11:58 EDT
 
 

લંડનઃ ઇરાન યુદ્ધમાં સહકાર ન આપવા માટે મીડલ ઇસ્ટ સ્થિત યુકેના સહયોગી દેશો અ સાયપ્રસે આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન સર કેર સ્ટાર્મર મીડલ ઇસ્ટની સુરક્ષા અને બ્રિટિશ નાગરિકોને ઇરાની મિસાઇલ હુમલાઓમાંથી બચાવવામાં નિષ્ફળ ગયા છે. ઇરાન યુદ્ધમાં યુકેના વલણ પર બહેરિન અને યુએઇએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

યુકે સ્થિત સાયપ્રસના હાઇ કમિશ્નરે પણ જણાવ્યું હતું કે, અમારો દેશ ઇચ્છતો હતો કે બ્રિટન સાયપ્રસને સુરક્ષા ઉપલબ્ધ કરાવે. સાયપ્રસમાં બ્રિટિશ સેનાના બે થાણા આવેલા છે. તે ઉપરાંત બ્રિટન બહેરિનમાં નેવલ સપોર્ટ ફેસિલિટી પણ ધરાવે છે.

સંયુક્ત થાણાઓ પરથી ઓપરેટ કરવા અમેરિકાને મંજૂરી આપવામાં સ્ટાર્મરે કરેલા વિલંબથી પણ યુએઇ સહિતના ખાડી દેશો નારાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter