ઇરાન યુદ્ધની અસરઃ લાખો પરિવારોના એનર્જી બિલમાં થશે મોટો વધારો

વાર્ષિક બિલ 221 પાઉન્ડ વધીને 1,862 પાઉન્ડપર પહોંચી જશે

Tuesday 02nd June 2026 12:01 EDT
 
 

લંડનઃ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે વધી રહેલીમોંધવારીની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડવા જઈ રહી છે. આગામી જુલાઈ મહિનાથી એનર્જી બિલમાં વાર્ષિક 13%નો વધારો થશે. રેગ્યુલેટર ઓફજેમના જણાવ્યા અનુસાર, આ યુદ્ધના કારણે સરેરાશ ગેસ અને વીજળીનો વપરાશ કરતા એક સામાન્ય પરિવારનું વાર્ષિક બિલ 221 પાઉન્ડ વધીને 1,862 પાઉન્ડ પર પહોંચી જશે.

આ ભાવવધારો ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં વેરિએબલ ટેરિફ ધરાવતા લાખો ઘરોને અસર કરશે. સપ્લાયર્સે ચેતવણી પણ આપી છે કે જો આ યુદ્ધનો વહેલો અંત નહીં આવે, તો આગામી શિયાળાના મહિનાઓમાં બિલ હજુ પણ વધુ મોંઘા થઈ શકે છે. આ નિર્ણયથી સામાન્ય પરિવારોના માસિક બિલમાં સરેરાશ 18 પાઉન્ડનો વધારો થશે. ગેસના બિલમાં 24%, વીજળી બિલમાં 5% નો વધારો થશે.

ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ જાર્વિસે જણાવ્યું હતું કે, અમે સમજી શકીએ છીએ કે વધતા ભાવો ચિંતાનો વિષય છે. સામાન્ય રીતે ઉનાળામાં ઉર્જાનો વપરાશ ઓછો હોય છે છતાં ગ્રાહકો ખર્ચ ઘટાડવા માટે ફિક્સ્ડ ટેરિફ પસંદ કરવા જેવા વ્યવહારુ પગલાં વિચારી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter