લંડનઃ મીડલ ઇસ્ટમાં ઇરાનના હુમલાઓના કારણે હજારો બ્રિટિશ નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ પર લેસ્ટરના પૂર્વ સાંસદ કિથ વાઝે રોષ વ્યક્ત કર્યો હતો. કિથ વાઝ પણ દુબઇમાં ફસાઇ ગયા હતા. તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે દુબઇમાં ફસાઇ જવાના કારણે હું અમેરિકામાં સિવિલ રાઇટ્સ આઇકોન રેવ. જેસી જેકસનની અંતિમવિધિમાં ભાગ લઇ શકીશ નહીં. વાઝ ભારતની મુલાકાત લઇ પરત ફરી રહ્યા હતા ત્યારે જ દુબઇમાં ફસાયા હતા. વાઝે જણાવ્યું હતું કે, ફ્લાઇટો બંધ થઇ જવાના કારણે લેસ્ટરના ઘણા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. એક સ્થાનિક જીપી પણ મારી સાથે દુબઇમાં ફસાયા છે. તેમની ઘણી સર્જરી એપોઇન્ટમેન્ટ મુશ્કેલીમાં મૂકાઇ છે. તેમના દર્દીઓ રાહ જોઇ રહ્યાં છે. આ એક મોટી ચિંતાનો વિષય છે.


