લંડનઃ ઇલિંગ અને હિલિંગ્ડનના એસેમ્બ્લી મેમ્બર ડો. ઓન્કાર સહોતાને 2024ની ચૂંટણીમાં લેબર પાર્ટીની ટિકિટ મળે તેવી આશા છે પરંતુ પાર્ટીએ આ મતવિસ્તાર માટે નક્કી કરેલા ઉમેદવારોની યાદીમાં ડો. સહોતાને સામેલ કર્યાં નથી. સામાન્ય રીતે વર્તમાન એસેમ્બ્લી મેમ્બરને સંભવિત ઉમેદવારોની યાદીમાં સમાવવામાં આવતા હોય છે પરંતુ લેબર પાર્ટીનું માનવું છે કે સહોતાને યાદીમાં નહીં સમાવીને તેણે પાર્ટીના કોઇ નિયમ કે પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું નથી.
જોકે આ અંગે ટિપ્પણી કરવાનો ડો. સહોતાએ ઇનકાર કરી દીધો છે. તેઓ 2012થી આ બેઠક પર લેબર પાર્ટીના એસેમ્બ્લી મેમ્બર છે અને હાલ તેઓ એસેમ્બ્લીના ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ડો. સહોતાના સ્થાને ઇંલિંગના કાઉન્સિલરો જસબીર આનંદ અને બાસમ માહફૂઝને યાદીમાં સમાવવામાં આવ્યાં છે.