લંડનઃ ઇંલિગના હાનવેલ સુપરમાર્કેટ, તેના ડિરેક્ટર અને મેનેજરને ફૂડ સેફ્ટીના ઉલ્લંઘન અને ગેરકાયદેસર રીતે તમાકુના વેચાણા માટે 2,60,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇલિંગ કાઉન્સિલના અધિકારીઓ દ્વારા પડાયેલા દરોડામાં સુપરમાર્કેટમાં ઉંદરોના ઉપદ્રવની સાથે સાથે ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનો મળી આવ્યા હતા. આયલવર્થ ક્રાઉન કોર્ટે ન્યૂ આયા સુપર માર્કેટના મેનેજર અમરિક અરોરાને 2,28,918 પાઉન્ડ અને ડિરેક્ટર અમરજિત અરોરાને 12000 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો.