ઇલિંગમાં ગેરકાયદેસર બાંધકામ માટે અલી ભાભાણીને 1 મિલિયન પાઉન્ડનો દંડ

Tuesday 05th March 2024 11:12 EST
 

લંડનઃ વિદેશમાં રહેતા અલી ભાભાણીને ઇલિંગ સ્થિત તેમના મકાનને પ્લાનિંગ પરમિશન વિના જ ફ્લેટમાં તબદિલ કરવા અને વધારાનું બાંધકામ કરવા માટે એક મિલિયન પાઉન્ડનો દંડ કરાયો છે. અલી ભાભાણીએ વોજગ્રેવ રોડ પરની પ્રોપર્ટીમાં પ્લાનિંગ નિયમોના ભંગ ઉપરાંત ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામને હટાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. અદાલતે ભાભાણીને 12,83,444 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. ઇલિંગ કાઉન્સિલે ભાભાણીને આ પ્રોપર્ટી તેના મૂળ સ્વરૂપમાં લાવી દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમણે તે આદેશની અવગણના કરી હતી. આયલવર્થ ક્રાઉન કોર્ટે ભાભાણીની ગેરહાજરીમાં જ આ ચુકાદો આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter