ઇવિંગટનમાં હાઉસમેટની હત્યા માટે અમૃતપાલ સિંહને દોષી ઠેરવાયો

Tuesday 31st March 2026 10:35 EDT
 
 

લંડનઃ ઇવિંગટનમાં 5 ઓક્ટોબર 2025ના રોજ હાઉસમેટની હત્યા કરનારા અમૃતપાલ સિંહને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે સપ્તાહની સુનાવણી બાદ દોષી ઠેરવ્યો છે. 5 ઓક્ટોબર 2025ના રોજ અમૃતપાલ સિંહે તેના હાઉસમેટ 32 વર્ષીય અમિત કુમારની હત્યા કરી નાખી હતી. આ ઘરમાં અન્ય બે વ્યક્તિ પણ તેમની સાથે રહેતા હતા.

રાતના 1 વાગ્યે અમૃતપાલ અવાજ કરી રહ્યો હોવાથી કુમારે આવીને તેને ટોક્યો હતો. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ સમયે સિંહ શરાબ અને ડ્રગના નશામાં હતો અને તેણે કુમારને ચાકુ મારી દીધું હતું. અદાલત 15 એપ્રિલે સજાની સુનાવણી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter