લંડનઃ પાકિસ્તાનમાં ઇશનિંદાની કથિત આરોપી આસિયા બીબીને કોર્ટે ફાંસીની સજામાંથી તો મુક્ત કરી દીધી છે, પરંતુ આ મુક્તિની તે મોટી કિંમત ચૂકવવી રહી છે. પાકિસ્તાનમાં જીવન જોખમને પગલે આસિયા બીબીએ તેને અને તેના પરિવારને યુકેમાં આશ્રય મળે તે હેતુથી એપ્લિકેશન આપી હતી. જે બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ રદ કરી દીધી છે.
યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે આસિયા બીબીને યુકેમાં આશ્રય મળવો જોઈએ તેવી દલીલ કરી હતી. પાકિસ્તાનની કોર્ટના નિર્ણય બાદ જ્યાં આસિયા બીબીએ તેના પાંચ બાળકોના પરિવાર સાથે રહેવું જોઈએ, તેના બદલે સ્થાનિકો તેને સજા આપવા મમાટે ઠેરઠેર શોધી રહ્યા છે.

