ઇસ્ટ હામના મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 3 બાળકનાં મોત

Tuesday 30th July 2024 12:47 EDT
 
 

લંડનઃ ઇસ્ટ લંડનના ઇસ્ટ હામમાં 13 જુલાઇના રોજ એક મકાનમાં લાગેલી આગમાં 3 બાળકોનાં મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 13 વર્ષીય નકાશ મલિક, 11 વર્ષીય આયત મલિક અને 7 વર્ષીય મુહમ્મદ હનાન મલિકનાં કરૂણ મોત થયાં હતાં. નેપિયર રોડ પર આવેલા મકાનમાં આગના કારણે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં ભારે નુકસાન પણ થયું હતું. મેટ્રોપોલિટન પોલીસ અને લંડન ફાયર બ્રિગેડ સંયુક્ત રીતે આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે. પોલીસને હજુ શંકાસ્પદ ગતિવિધિના કોઇ પુરાવા મળી આવ્યા નથી. પાડોશીઓએ જણાવ્યું હતું કે પરિવારને બચાવવા માટે અમે પથ્થરો મારીને બારીના કાચ તોડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અમે તેમાં સફળ થઇ શક્યાં નહોતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter