ઇસ્ટકોટના ડિરેક્ટરોને 15 વર્ષના સગીરને વેપ વેચવા માટે 8000 પાઉન્ડનો દંડ

Tuesday 17th October 2023 12:37 EDT
 

લંડનઃ ઇસ્ટકોટ ન્યૂઝબોક્સ લિમિટેડના ડિરેક્ટર નરિન્દર લામ્બા અને કરતાર લામ્બાને 15 વર્ષના સગીરને વેપનું વેચાણ કરવા અને ગેરકાયદેસર ઓવરસાઇઝ વેપનો સપ્લાય કરવાના ગુનાસર 8000 પાઉન્ડનો દંડ કરાયો છે. નરિન્દર અને કરતારે અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ બંને અપરાધોની કબૂલાત કરી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ટીમ દ્વારા અંડર એજ ટેસ્ટ સેલ્સ અંતર્ગત 15 વર્ષના બાળકને 13 ફેબ્રુઆરી 2023ના રોજ વેપ ખરીદવા મોકલાયો હતો. તે સમયે સ્ટોર પર નરિન્દર સિંહ હાજર હતા. તેમના સ્ટોરમાંથી 1500 જેટલા ગેરકાયદેસર ડિસ્પોઝેબલ વેપ પણ ઝડપાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter