ઇસ્લામિક કટ્ટરવાદીઓ આપણા દેશ પર હાવી થઇ રહ્યાં છેઃ સુએલા બ્રેવરમેન

ઉગ્રવાદીઓ આપણા કાયદાઓનો આપણી વિરુદ્ધ જ ઉપયોગ કરી રહ્યાં છેઃ પૂર્વ હોમ સેક્રેટરી

Tuesday 27th February 2024 10:35 EST
 
 

લંડનઃ પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને આરોપ મૂક્યો છે કે ઇસ્લામિક કટ્ટરવાદીઓ, ઉગ્રવાદીઓ અને યહૂદી વિરોધીઓ હાવી થઇ ગયાં છે. તેમણે લેબર પાર્ટીને ધમકાવી છે. તેઓ આપણા સંસ્થાનો સામે પડકાર ફેંકી રહ્યાં છે અને હવે તેઓ સમગ્ર દેશ માટે ધમકીરૂપ બની રહ્યાં છે.

એક લેખમાં સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, તેમણે યહૂદીઓથી શરૂઆત કરી હતી. સરકાર દ્વારા આકરી ચેતવણીઓ છતાં સ્થિતિ વણસતી જ રહી હતી. ઇસ્લામિક અને ડાબેરી કટ્ટરવાદીઓએ શેરીઓનો કબજો લઇ લીધો હોવા છતાં પોલીસ મૂક બનીને જોતી રહી છે. તેમણે કોર્ટમાં ઘસડી જઇને શિક્ષકોને પરેશાન કર્યાં છે. આપણા માનવ અધિકાર અને સમાનતાના કાયદાઓનો આપણી વિરુદ્ધ જ ઉપયોગ કરી રહ્યાં છે. તેમણે એક સાંસદને જાનથી મારી નાખવાની ધમકી આપી જેના કારણે તેમણે જાહેર જીવન છોડી દેવાનો નિર્ણય કર્યો. આતંકવાદ અને ઇસ્લામિક કટ્ટરવાદ સામે અવાજ ઉઠાવનાર સન્માનિત લોર્ડ ઓસ્ટિનને સસ્પેન્ડ કરી દેવાયાં. તેઓ પેટાચૂંટણીઓને પણ હાઇજેક કરી રહ્યાં છે. આપણે ન્યાયતંત્ર અને યુનિવર્સિટીઓ પર પણ તેમનો પ્રભાવ જોઇ શકીએ છીએ.

બ્રેવરમેને જણાવ્યું હતું કે, તેઓ સંસદ સુધી પહોંચી ગયાં છે. લેબર નેતા સ્ટાર્મરે પોતાની શક્તિ દર્શાવવાને બદલે ટોળાની સામે ઝૂકી જવું પડ્યું હતું. તેમણે સંસદની વિશ્વસનિયતાને હાનિ પહોંચાડી છે. પરંતુ આપણે શું પ્રતિભાવ આપ્યો. આપણા નેતાઓ શાહમૃગી વલણ અપનાવી રહ્યાં છે. તેઓ વૈવિધ્યતાસભર સમાજની ભ્રમણામાં એટલા માટે જીવી રહ્યાં છે કે કોઇ તેમને રેસિસ્ટ ન ગણે. કટ્ટરવાદીઓના ટોળાં ગૌરવ સાથે પરેડ કરી રહ્યાં છે. યુનિવર્સિટીઓ ભયજનક બની રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter