લંડનઃ યુકેમાં શીખોની એકછત્રી સંસ્થા નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા કરવાના સરકારના નિર્ણયને કાયદાકીય પડકાર આપવાની તૈયારી કરી રહી છે. સરકારે ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા માટે એક વર્કિંગ ગ્રુપની રચના પણ કરી છે.
સંગઠને જણાવ્યું છે કે જો કોમ્યુનિટી સેક્રેટરી સ્ટીવ રીડ ઇસ્લામોફોબિયાની સત્તાવાર વ્યાખ્યાની યોજના સાથે આગળ વધશે તો અમે જ્યુડિશિયલ રીવ્યૂની માગ કરીશું. સરકારનો આ નિર્ણય પક્ષપાતી છે અને અન્ય સમુદાયો માટે નુકસાનકારક છે. ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા શીખ અને અન્ય ધાર્મિક સમુદાયોના અધિકારોમાં હસ્તક્ષેપ કરશે.
સંગઠને પોતાની ચિંતા વ્યક્ત કરતાં 19 સપ્ટેમ્બરના રોજ સરકારને એક પત્ર લખ્યો છે. રીડને વર્કિંગ ગ્રુપ દ્વારા કરાયેલી ભલામણો સોંપવામાં આવશે.

