લંડનઃ ૨૦૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન જેટલાં માઈગ્રન્ટ્સ ઈંગ્લિશ ચેનલ તરીને આવ્યા હતા તેનાથી વધુ માઈગ્રન્ટ્સ ગયા વર્ષે માત્ર એક જ મહિનામાં આવ્યા હતા. ૨૦૨૦માં લગભગ ૮,૪૧૭ લોકો નાની બોટોમાં બ્રિટન પહોંચ્યા હતા. આ સંખ્યા તેના અગાઉના વર્ષ કરતાં ચાર ગણી હતી.
આ આંકડો હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આપેલા વચજનને ખોટું પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ગયા સ્પ્રિંગમાં આ રીતે આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા ખૂબ ઓછી હશે.
જોખમી રીતે ચેનલ પાર કરવાની માઈગ્રન્ટ્સની વધતી સમસ્યાથી રાજકીય તંગદિલી સર્જાઈ છે. જમણેરી ગ્રૂપો આ મુદ્દો પકડીને બેસી ગયા છે અને રેફ્યુજી કેમ્પેઈનર્સ શરણાર્થીઓ પર વધુ પડતા કડક થવાનો બ્રિટન પર આક્ષેપ કરી રહ્યા છે. પ્રીતિ પટેલે શરણાર્થીઓ અંગેની સિસ્ટમમાં ફેરફાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પ્રેસ એસોસિએશનના વિશ્લેષણ મુજબ સપ્ટેમ્બરમાં વર્ષ દરમિયાન દર ત્રણ દિવસે માઈગ્રન્ટ્સ આવતા હોય તે રીતે ૧,૯૫૧ ક્રોસિંગ્સ થયા હતા


