ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રથમ વખત મૃત્યુઆંક સરેરાશથી નીચે ઉતર્યો

Wednesday 01st July 2020 05:56 EDT
 

લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસના કારણે વધુ પ્રાથમિક રીતે વધુ ૪૩ વ્યક્તિના મોત જાહેર કરાયા છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક ૪૩,૬૧૬ થયો છે. જોકે, તમામ શંકાસ્પદ મૃત્યુ ધ્યાનમાં લેવાય તો આંકડો ૫૫,૦૦૦ની આસપાસનો ગણી શકાય. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ ૧૯ જૂન સુધીમાં ૪૯,૬૧૦ લોકોનાં મોત થયાં છે અને તેમના ડેથ સર્ટિફિકેટ પર કોવિડ-૧૯નો ઉલ્લેખ થયેલો છે.

અન્ય ડેટા મુજબ માર્ચ મહિનામાં કોવિડ-૧૯ કટોકટી કાબુ બહાર ગયા પછી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રથમ વખત મૃત્યુઆંક સરેરાશથી નીચે ઉતર્યો છે. યુકેમાં કોરોના વાઈરસના નવા ૮૧૫ કેસ સાથે અત્યાર સુધીના કુલ કેસ ૩૧૧,૯૬૫ થયા છે. ONSના ગત સપ્તાહના અલગ ડેટા મુજબ ઈંગ્લેન્ડમાં દર સપ્તાહે આશરે ૩,૮૦૦ અથવા દર સપ્તાહે ૨૬,૯૦૦ લોકોને વાઈરસનો ચેપ લાગે છે. મે મહિનાના અંતે સાપ્તાહિક અંદાજિત ૬૧,૦૦૦ અથવા દૈનિક ૮,૭૦૦ કેસની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર ઈંગ્લેન્ડ દ્વારા હોસ્પિટલોમાં ૩૭ મૃત્યુને સમર્થન અપાયું હતું જ્યારે વેલ્સમાં ૩ મૃત્યુ થયા હતા. નોર્ધર્ન આયર્લેન્ડમાં કોઈ મોત નથી પરંતુ, સ્કોટલેન્ડમાં ત્રણ મૃત્યુ સાથે ચાર દિવસથી કોઈ મૃત્યુ નહિ નોંધાયાનો સ્પેલ તૂટ્યો હતો. ગત મંગળવારે ૧૭૧ અને તેની અગાઉના સપ્તાહે ૨૩૬ મોત નોંધાયાં હતાં. ONSના અલગ આંકડા મુજબ ૧૯ જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં ૯,૩૩૯ લોકોના કોઈ પણ કારણસર મોત નીપજ્યા હતા. સૌપ્રથમ વખત આ કુલ મોતનો સાપ્તાહિક આંક સરેરાશ મૃત્યુઆંક કરતાં નીચો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter