ઈંગ્લેન્ડ માટે ‘હોમ રુલ’: ટોરી પાર્ટીની પ્રતિજ્ઞા

Thursday 11th December 2014 10:42 EST
 

ટોરી પાર્ટીના અધિવેશનમાં જણાવાયું હતું કે ભાવિ ટોરી સરકાર ઈંગ્લિશ કાયદાઓ માટે ઈંગ્લેન્ડના લોકો મત આપે તેવી જોગવાઈ કરશે. આ માટે ઈંગ્લેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને વેલ્સના લોકો માટે બંધારણમાં વર્તમાન અન્યાયકારી જોગવાઈ પણ સુધારાશે.
કેમરને કહ્યું હતું કે જો સ્કોટલેન્ડ ટેક્સ, ખર્ચ અને લોકકલ્યાણ જેવી બાબતો માટે અલગ મતદાન કરી શકે તો ઈંગ્લેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને વેલ્સ શા માટે નહિ? ટોરી બેક-બેન્ચર્સ માત્ર ઈંગ્લિશ લોકો સંબંધિત મુદ્દાઓ પર સ્કોટિશ સાંસદોને મતદાનથી અળગાં રાખવા માગે છે. જોકે, લેબર પાર્ટીએ આ પગલાને સહકાર આપવાનું નકાર્યું છે. જો તે સહકાર આપે તો હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી હાંસલ કરવાના પ્રયાસો નિષ્ફળ થઈ શકે છે. લેબર પાર્ટી સ્કોટલેન્ડમાં ૪૦ સાંસદ ધરાવે છે, જેઓ ઈંગ્લિશ બેઠકો પરથી ચૂંટાયેલાં સાંસદો જેટલો જ પ્રભાવ ઈંગ્લિશ કાયદાઓ પર ધરાવી શકે છે. આનાથી વિપરીત, આરોગ્ય, શિક્ષણ અને ક્રિમિનલ જસ્ટિસ સહિતના સ્કોટિશ મુદ્દાઓ પરના મતદાનમાં હોલીરુડસ્થિત સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જ લઈ શકે છે. ઈંગ્લેન્ડના સાંસદો તેમાં મત આપી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter