ઈંગ્લેન્ડ -વેલ્સના પરિવારોને 7.5 ટકા વધારા સાથે ઊંચા વોટર બિલ્સ રડાવશે

બે દાયકામાં સૌથી વધુ ભાવવધારોઃ 16.5 મિલિયન પરિવારોએ વધતા ખર્ચાને પહોંચી વળવા આવશ્યક ચીજવસ્તુઓમાં કાપ મૂક્યો

Tuesday 07th February 2023 13:03 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સના પરિવારોએ એપ્રિલ મહિનાથી દાયકાઓમાં સૌથી ઊંચા વોટર બિલ્સ ભરવા તૈયાર રહેવું પડશે. કન્ઝ્યુમર ગ્રૂપ્સના કહેવા મુજબ હાલ પેમેન્ટ્સ કરવાનો સંઘર્ષ કરી રહેલા ગ્રાહકો માટે 7.5 ટકાનો વધારો ઘણો ભારે પડશે અને તેમના બજેટ્સ પણ ખોરવાઈ જશે. ઈન્ડસ્ટ્રી બોડી Water Ukના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનાથી વોટર બિલ વધીને સરેરાશ વાર્ષિક 448 પાઉન્ડનું જોવા મળશે.

કન્ઝ્યુમર ગ્રૂપ્સના જણાવ્યા મુજબ હાલ ચૂકવણી માટે સંઘર્ષ કરી રહેલા પાંચમાંથી એક ગાહક માટે દૈનિક 8 પેન્સ અથવા વાર્ષિક 31 પાઉન્ડનો વધારો વધુ મુશ્કેલ હાલત લાવશે.કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના સંશોધન મુજબ જાન્યુઆરીમાં 2.3 મિલિયન હાઉસહોલ્ડ તેમના વોટર બિલ ચૂકવી શક્યા ન હતા જે સંખ્યા ડિસેમ્બર 2022ના 1.9 મિલિયન ગ્રાહકો કરતાં વધુ છે.

કન્ઝ્યુમર ઈનસાઈટ ટ્રેકર અનુસાર આશરે 16.5 મિલિયન અથવા 10માંથી 6 પરિવારોએ ગયા મહિને જરૂરી ખર્ચાને આવરી લેવાં આવશ્યક ચીજવસ્તુઓમાં કાપ, આઈટમ્સના વેચાણ અથવા બચતોમાંથી વપરાશ સહિત ઓછામાં ઓછું એક એડજસ્ટમેન્ટ કર્યું હતું. 10 માંથી 4 પરિવારોએ જણાવ્યું હતું કે તેમણે ગયા વર્ષે આ સમયે થોડાં ફાઈનાન્સિયલ એડજસ્ટમેન્ટ્સ કર્યા હતા.પરંતુ સપ્ટેમ્બર 2022માં નોંધાયેલા સૌથી ઊંચા એડજસ્ટમેન્ટ્સ કરતાં ઓછાં હતાં. ગયા મહિને વધુ પરિવારોએ મુખ્યત્વે યુટિલિટી બિલ્સ, હાઉસિંગ કોસ્ટ્સ, ગ્રોસરીઝ, સ્કૂલ સપ્લાય્સ અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓમાં કાપ મૂક્યો હતો. સંશોધન મુજબ 2022ના જાન્યુઆરીમાં 27 ટકા પરિવારોએ આવશ્યક ચીજવસ્તુઓમાં કાપ મૂક્યો હતો જે આ વર્ષે જાન્યુઆરીમાં વધીને 38 ટકા થયેલ છે.

દરમિયાન, એપ્રિલ મહિનાથી એનર્જી કેપ ફરી વધવાની પણ શક્યતા છે ત્યારે બ્રોડબન્ડ અને મોબાઈલના કસ્ટમર્સના બિલ્સમાં 14 ટકા સુધીનો વધારો જોવા મળશે. કાન્ટાર ડેટા અનુસાર ગયા મહિને ફૂડ પ્રાઈસ ઈન્ફ્લેશન 16.7 ટકાની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter