ઈંગ્લેન્ડના મોટાં શહેરોમાં દૈનિક પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો

Wednesday 15th December 2021 05:43 EST
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકોને ઘેર રહીને કામ કરવા અને ૨૦૨૨ સુધી ઓફિસથી દૂર રહેવાની સલાહ આપવાના પગલે ઈંગ્લેન્ડના સૌથી મોટા શહેરોમાં ટ્રાફિક અને રોજિંદી અવરજવર કરનારાઓની સંખ્યામાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

લંડનમાં ભીડનું પ્રમાણ નવેમ્બર મહિનાની ૨૯મીએ ૭૨ ટકાનું હતું જે છઠ્ઠી ડિસેમ્બરે ૬૦ ટકા અને ૧૩ ડિસેમ્બરે ૬૦ ટકા જોવાં મળ્યું હતું. લંડનના વેસ્ટ એન્ડમાં મહામારી અગાઉની સરખામણીએ ફૂટફોલ્સના પ્રમાણમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. બર્મિંગહામમાં ભીડ-કન્જેશનનું પ્રમાણ નવેમ્બર મહિનાની ૨૯મીએ ૮૭ ટકા હતું જે છઠ્ઠી અને ૧૩ ડિસેમ્બરે ઘટીને અનુક્રમે ૬૪ ટકા અને ૫૫ ટકા રહ્યું હતું.

આવી જ પરિસ્થિતિ માન્ચેસ્ટર, બ્રાઈટન, હલ, લીડ્ઝ, લેસ્ટર અને બ્રિસ્ટોલમાં પણ જોવા મળી હતી. માન્ચેસ્ટરમાં ભીડ-કન્જેશનનું પ્રમાણ ૨૯ નવેમ્બરે ૮૯ ટકા હતું જે છઠ્ઠી અને ૧૩ ડિસેમ્બર, સોમવારે ઘટીને અનુક્રમે ૮૨ ટકા અને ૫૩ ટકા, જ્યારે બ્રાઈટનમાં ૫૯ ટકાથી ઘટીને અનુક્રમે ૫૫ ટકા અને ૪૪ ટકા રહ્યું હતું. ૨૯ નવેમ્બરે હલ, લીડ્ઝ અને લેસ્ટરમાં ભીડ-કન્જેશનનું પ્રમાણ અનુક્રમે ૭૧, ૭૪ અને ૯૮ ટકા હતું જે છઠ્ઠી અને ૧૩ ડિસેમ્બર, સોમવારે ઘટીને અનુક્રમે ૬૪ અને ૫૭ ટકા, ૫૬ અને ૪૩ ટકા તેમજ ૬૦ અને ૫૧ ટકા રહ્યું હતું.

બ્રિસ્ટોલમાં ૨૯ નવેમ્બરે ભીડ-કન્જેશનનું પ્રમાણ ૬૦ ટકા હતું જે ૬ ડિસેમ્બરે વધીને ૬૪ ટકા થયું હતું પરંતુ, ૧૩ ડિસેમ્બરે ઘટાડો થઈને ૪૧ ટકા થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter