ઈંગ્લેન્ડમાં એમ્બ્યુલન્સ સ્ટાફ સામે હિંસામાં વિક્રમજનક વધારો

Wednesday 29th June 2022 03:04 EDT
 
 

લંડનઃ એક્સિડન્ટ્સ એન્ડ ઈમર્જન્સી (A&E) કટોકટી ગંભીર થઈ રહી છે ત્યારે ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડમાં એમ્બ્યુલન્સ સ્ટાફ સામે હિંસામાં વિક્રમજનક વધારો થયો છે. એપ્રિલ 2022 સુધીના 12 મહિનામાં અંદાજે 12,626 ઘટનાઓ રિપોર્ટ કરાઈ છે જે ગત વર્ષની સરખામણીએ 7 ટકા વધુ છે.

એસોસિયેશન ઓફ એમ્બ્યુલન્સ ચીફ એક્ઝિક્યુટિવ્ઝ (AACE)ના ડેટા અનુસાર ઈંગ્લેન્ડમાં એમ્બ્યુલન્સ અને પેરામેડિક્સ સ્ટાફ વિરુદ્ધ શાબ્દિક અને શારીરિક હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. હુમલાની સંખ્યા 2016માં 7,689 હતી તે વધીને લગભગ બમણી થઈ છે. પેશન્ટની સારવાર કરાતી હોય અથવા વિલંબ થતો હોય ત્યારે પણ સ્ટાફ પર હુમલાની ઘટનાની નવાઈ નથી. આવા હુમલાઓમાં આલ્કોહોલ સૌથી મુખ્ય પરિબળ છે અને તેના પછી ડ્રગ્સ અને મેન્ટલ હેલ્થની કટોકટી હેઠળના લોકોનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના 10 માંથી 8એમ્બ્યુલન્સ ટ્રસ્ટ્સ દ્વારા 2021/2022માં 9,940 હુમલાની નોંધ કરાઈ છે.

લંડન એમ્બ્યુલન્સ સર્વિસ (LAS)નો 15 જૂન સુધીનો ડેટા જણાવે છે કે તેના સરેરાશ ચાર પેરામેડિક્સ પર દરરોજ શાબ્દિક અથવા શારીરિક હુમલા થતાં રહે છે. દેશમાં સૌથી વ્યસ્ત આ સેવાએ હિંસક પેશન્ટ્સને અટકાવવા બોડી કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter