ઈંગ્લેન્ડમાં ડેન્ટિસ્ટ્સની ભારે તંગી

Wednesday 25th May 2022 06:32 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં NHS માં ડેન્ટિસ્ટની તંગી સર્જાઈ છે અને લોકોને દંતચિકિત્સા અને ચેકઅપ કરાવવામાં મુશ્કેલી નડી રહી છે. ગયા વર્ષે 2000થી વધુ ડેન્ટિસ્ટે NHS છોડી દીધુ હોવાનું એસોસિયેશન ઓફ ડેન્ટલ ગ્રૂપ્સ (ADG)ના નવા રિપોર્ટમાં જણાવાયું છે. ઈંગ્લેન્ડમાં 2020ના અંતે NHSમાં ડેન્ટિસ્ટની સંખ્યા 23,733 હતી તે આ વર્ષના જાન્યુઆરીના અંત સુધીમાં ઘટીને 21,544 થઈ છે.

એક ડેન્ટિસ્ટ પાસે આશરે 2,000 પેશન્ટનો કેસલોડ હોય તેને જોતાં આશરે 4 મિલિયન લોકો NHSમાં દાંતની સારવાર મેળવ્યા વિનાના રહેશે. સર્જરીઝની મુખ્ય ચેઈન્સનું પ્રતિનિધત્વ કરતા ADG અનુસાર એક દાયકામાં NHSમાં ડેન્ટિસ્ટની સંખ્યા સૌથી નીચા સ્તરે પહોંચી છે. NHS ડેન્ટ કેરની સુવિધા એઅટલી મર્યાદિત છે કે કેટલાક વિસ્તારોમાં લોકોએ એપોઈન્ટમેન્ટ માટે ત્રણ વર્ષ રાહ જોવાની અથવા તો ખાનગી સેવા મેળવવાની ફરજ પડે છે. સારવાર મેળવવામાં એટલી મુશ્કેલી છે કે ત્રણમાંથી એક વ્યક્તિને જ ડેન્ટલ સર્વિસીસથી સંતોષ છે.

કેટલીક ડેન્ટલ સર્વિસીસ બંધ થઈ ગઈ છે અથવા સંપૂર્ણ ખાનગી સેવામાં ફેરવાઈ છે. પોતાની NHSની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી લેનારા ડેન્ટિસ્ટ્સ લોકો પાસેથી ખાનગી ફી માગી રહ્યા છે. યુકેના 42,000 ડેન્ટિસ્ટનું પ્રતિનિધત્વ કરતા બ્રિટિશ ડેન્ટલ એસોસિયેશન (BDA) અનુસાર ઈંગ્લેન્ડમાં નોર્થ લિંકનશાયરમાં પ્રતિ 100,000 લોકોએ NHS ડેન્ટિસ્ટનું પ્રમાણ માત્ર 32નું છે. નોર્થ ઈસ્ટ લિંકનશાયર અને યોર્કશાયરના ઈસ્ટ રાઈડિંગમાં આ પ્રમાણ 37 NHS ડેન્ટિસ્ટનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter