લંડનઃ ઈંગ્લેન્ડ બુધવારથી નવાં નેશનલ લોકડાઉન હેઠળ આવી જશે જે, ફેબ્રુઆરીની હાફ ટર્મ સુધી અમલી રહેશે. સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતાં તમામ લોકોએ ઘરની દર જ રહેવાનું છે. આપણે NHSના રક્ષણ અને લોકોનું જીવન બચાવવા માટે એક માત્ર મહત્ત્વનું પગલું ઘરમાં રહેવાનું જ લઈ શકે છીએ. આ નિયંત્રણોના પાલન માટે કાયદાને સુધારવામાં આવ્યા છે.
નવાં નિયમો આ મુજબના છેઃ
• તમામ પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ્સ તત્કાલ અસરથી બંધ • માત્ર નિરાધાર વિદ્યાર્થીઓ અને ચાવીરુપ વર્કર્સના બાળકો માટેં વર્ગો ચાલુ રખાશે. • વિદ્યાર્થીઓ માટે ફ્રેબ્રુઆરી હાફ ટર્મની રજાઓ પછી શાળાઓ ફરી ખોલવાની વિચારણા છે. • આ સંજોગોમાં A-Level અને GCSE પરીક્ષાઓ ઉનાળામાં સમયસર લેવાય તેવી શક્યતા ઓછી • યુનિવર્સિટીઓ પણ મધ્ય ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ માટે બંધ • નર્સરીઝ સંપૂર્ણપણે ખુલ્લી રહેશે.
• લોકોએ ઘરમાં જ રહેવું સિવાય કે પાંચ કારણોમાંથી એક માટે બહાર જવું પડેઃ તેઓ ઘરમાંથી કામ કરી શકે તેમ ન હોય, આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી, કસરત કરવા, સારસંભાળ અને મેડિકલ ટ્રીટમેન્ટ લેવા તેમજ તાકીદની પરિસ્થિતિ હોય. • તમામ બિનઆવશ્યક રીટેઈલર્સ, હોસ્પિટાલિટી અને હેરડ્રેસર જેવી અંગત કાળજીની સેવા બંધ રાખવી • રેસ્ટોરાં તેમજ ખાણીપીણીના અન્ય સ્થળ ટેઈકઅવે અને ડિલિવરી માટે જ ચાલુ રાખી શકાશે. જોકે, પબ્સ ટેઈકઅવે આલ્કોહોલ વેચાણ કરી શકશે નહિ.
• બાળકોના પ્લેગ્રાઉન્ડ્સ ખુલ્લાં રહેશે. Children's playgrounds will remain open.
• ગોલ્ફ કોર્સીસ, જીમ્સ, સ્વિમિંગ પૂલ્સ અને ટેનિસ કોર્ટ્સ સહિત તમાં ઈનડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સ્થળો બંધ રહેશે તેમજ આઉટડોર્સમાં પણ ટીમ સ્પોર્ટ્સ યોજાઈ નહિ શકે. • પ્રીમિયર લીગ જેવી વિશિષ્ટ સ્પોર્ટ્સ પોતાની યોજનાઓ અનુસાર આગળ વધારી શકાશે.
• આ ગાઈડન્સ જેઓ તંદુરસ્ત અને ફિટ છે તેવા લોકો માટે છે. કોરોના વાઈરસ સામે ક્લિનિકલી અતિ અસુરક્ષિત લોકો તેમજ કોરોના વાઈરસનું સંભવિત અથવા કન્ફર્મ સંક્રમણ હોય તેવા પરિવારો માટે અલગ સલાહસૂચન છે.
• જો તમે ક્લિનિકલી અતિ અસુરક્ષિત હો તો તમારે કામકાજ, સ્કૂલ, કોલેજ અથવા યુનિવર્સિટીમાં હાજરી આપવી નહિ તેમજ ઘરની બહાર રહેવાનો સમય ઘટાડી દેવો.
• તમારા પરિવારની ન હોય તેવી કોઈ પણ વ્યક્તિથી બે મીટરનું અંતર રાખો.













