ઈંગ્લેન્ડમાં પ્રીસ્ક્રાઈબ થતી ૧૦ ટકા દવા અર્થહીન અને નુકસાનકારી

Wednesday 03rd November 2021 07:32 EDT
 
 

લંડનઃ GP અને ફાર્માસિસ્ટ દ્વારા લખી અપાતી ૧૦માંથી એક ડ્રગ અર્થહીન અને સંભવતઃ નુકસાનકારી હોવાનું રિવ્યૂમાં બહાર આવ્યા પછી દવાઓના વધુપડતા પ્રીસ્ક્રાઈબિંગ સામે મિનિસ્ટર્સે લાલ આંખ કરી છે. ફેમિલી ડોક્ટર્સને નકામી દવાઓના બદલે ગાર્ડનિંગ, ચાલવા અથવા વોલન્ટીઅરીંગ જેવાં સોશિયલ પ્રીસ્ક્રાઈબિંગ કરવા જણાવાયું છે.

સરકાર દ્વારા ૨૦૧૮માં શરૂ કરાવાયેલો લેન્ડમાર્ક રિવ્યૂ તાજેતરમાં જાહેર કરાયા પછી વધુપડતા પ્રીસ્ક્રાઈબિંગની સમસ્યા બહાર આવી છે. દર વર્ષે પેશન્ટ્સને અપાતી ૧૧૦ મિલિયન મેડિસીન્સ બીનજરૂરી અને સંભવિતપણે નુકસાનકારક હોવાનું જણાયું છે. ઈંગ્લેન્ડમાં ૬માંથી ૧ કરતાં વધુ (૧૫ ટકા) લોકો દિવસની એક અથવા વધુ દવાઓ લે છે જેનાથી વિપરીત અસરોનું જોખમ વધે છે. ૧૪માંથી એક (૭ ટકા) લોકો દિવસની આઠ અથવા વધુ દવા લે છે. ૬૫થી વધુ વયના લોકોમાં પાંચમાંથી આશરે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેમજ હોસ્પિટલમાં દાખલ તમામ લોકોમાંથી ૬.૫ ટકા લોકો માટ આ વધુપડતી દવાઓ જવાબદાર હોય છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ૨૦૧૯ના રિપોર્ટમાં જણાયું હતું કે ઈંગ્લેન્ડમાં ૨૫ ટકા લોકો સંભવતઃ આદત પાડે તેવી પ્રીસ્ક્રીપ્શન મેડિસિન્સ લે છે અને તેમાંથી અડધોઅડધ લોકો લાંબા સમયથી આવી દવાઓ પર જ આધારિત હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter