ઈંગ્લેન્ડમાં વેઈટિંગ લિસ્ટ વધીને ૧૪ મિલિયન સુધી પહોંચી શકે

Wednesday 16th February 2022 06:33 EST
 
 

લંડનઃ બોરિસ જ્હોન્સન NHSનો બેકલોગ ઘટાડવા વધારાના ૧૨ બિલિયન પાઉન્ડનું ભંડોળ આપી રહ્યા હોવા છતાં હજુ બે વર્ષ સુધી વેઈટિંગ લિસ્ટ વધતું જ રહેશે. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ૨૦૨૪થી વેઈટિંગ લિસ્ટ ઘટાડવાનું શરૂ કરવાના શપથ લીધા છે પરંતુ, હેલ્થ અધિકારીઓના કહેવા મુજબ ઈંગ્લેન્ડમાં વેઈટિંગ લિસ્ટ વધીને ૧૪ મિલિયન સુધી પહોંચી શકે છે. હાલ કેર બેકલોગ વધીને વિક્રમી ૬.૧ મિલિયનના આંકડે પહોંચ્યો છે.

NHSના બોસીસ કહે છે કે લાંબા સમયના વિલંબને તેઓ સારવારમાં પ્રાથમિકતા આપશે જેનાથી સર્જરી માટે બે વર્ષથી જોવાતી રાહનો જુલાઈ સુધીમાં અંત આવશે. આગામી વર્ષના એપ્રિલ સુધીમાં કોઈને ૧૮ મહિનાથી વધુ સમય રાહ જોવી નહિ પડે અને માર્ચ ૨૦૨૫ સુધીમાં તમામ પેશન્ટ્સને ૧૨ મહિનામાં સારવાર આપી દેવાશે. ડેટા મુજબ ગત વર્ષના ડિસેમ્બરમાં ૩૧૦,૮૧૩ લોકો સર્જરી માટે રાહ જોઈ રહ્યા હતા અને નવેમ્બરમાં આ સંખ્યા ૩૦૬,૯૬૬ની હતી..

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કોમન્સ સમક્ષ જણાવ્યું હતું કે મહામારીના ગાળામાં અપેક્ષાથી ૧૦ મિલિયન ઓછાં લોકો સારવાર માટે આવ્યા હતા જેના પરિણામે, વેઈટિંગ લિસ્ટ પર લોકોની સંખ્યા વધતી ગઈ છે. માર્ચ ૨૦૨૪થી વેઈટિંગ લિસ્ટ ઘટવાની શરૂઆત થશે તેમ NHSમાને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter