ઈંગ્લેન્ડમાં ૧.૧ મિલિયનથી વધુ બાળકોને વેક્સિન અપાયું નથી

Wednesday 16th February 2022 05:30 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં શાળાઓ ખુલી ગઈ છે પરંતુ, ગેરહાજરીનું પ્રમાણ વધુ છે. સત્તાવાર સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બરના અંતથી તમામ વય માટે કોરોના વેક્સિન પ્રાપ્ય હોવાં છતાં, ઈંગ્લેન્ડમાં ૧૨-૧૫ વયજૂથના ૧.૧ મિલિયનથી વધુ બાળકોને વેક્સિનનો કોઈ ડોઝ અપાયેલો નથી. સ્કોટલેન્ડની સરખામણીએ ઈંગ્લેન્ડમાં બાળકોના વેક્સિનેશનનું પ્રમાણ નીચું છે.

ઈંગ્લેન્ડમાં ૧૨-૧૫ વયજૂથના ૫૮ ટકા એટલે કે આશરે ૧.૫ મિલિયન બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આની સરખામણીએ સ્કોટલેન્ડમાં આ જ વયજૂથના ૬૮ ટકા (આશરે ૧૬૦,૦૦૦) બાળકોને પ્રથમ ડોઝ અપાયો છે. ઈંગ્લેન્ડમાં આ વયજૂથના ૧૭ ટકા (આશરે ૪૬૭,૦૦૦) બાળકોને અને સ્કોટલેન્ડમાં ૩૭ ટકા (આશરે ૮૬,૦૦૦) બાળકોને બીજો ડોઝ આપી દેવાયો છે

ઈંગ્લેન્ડમાં ૧૨-૧૫ વયજૂથના ૨.૬ મિલિયન અને સ્કોટલેન્ડમાં ૨૩૦,૦૦૦ બાળકો વેક્સિન લેવાને લાયક છે. તેમાંથી અનુક્રમે ૧.૧ મિલિયનથી વધુ અને ૭૪,૦૦૦ બાળકો વેક્સિન લીધા વિનાના છે. આની સરખામણીએ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં અનુક્રમે ૯૩ ટકા અને ૯૪ ટકા વયસ્કોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter