ઈંગ્લેન્ડમાં ૬૦ ટકા લોકો હજુ પણ કોવિડનો ભોગ બન્યા નથી

Tuesday 11th January 2022 16:35 EST
 
 

લંડનઃ કેમ્બ્રીજ યુનિવર્સિટીના તાજા અભ્યાસ અનુસાર ઈંગ્લેન્ડમાં અંદાજે ૬૦ ટકા લોકો હજુ પણ કોવિડનો ભોગ બન્યા નથી.૧૦, ડાઉનિંગ સ્ટ્રીટના સલાહકારોના અંદાજ મુજબ આશરે ૫૬ મિલિયનની વસ્તીમાંથી ૧૭ ડિસેમ્બર સુધીમાં સંક્રમણના ૨૩.૩ મિલિયન કેસીસ નોંધાયા હતા. જોકે, ક્રિસમસ અને નવા વર્ષના ગાળામાં અતિશય ઝડપે ફેલાયેલા ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણને ગણતરીમાં લેવાય તો કેસીસની સંખ્યા અનેકગણી વધી શકે છે.

મહામારી દરમિયાન સરકારને સલાહ આપી રહેલા નિષ્ણાતોના અંદાજ મુજબ ઓમિક્રોન વેરિએન્ટનો ફેલાવો જોરમાં આવ્યો તે પહેલા કોરોનાના અંદાજે ૨૩.૩ મિલિયન સંક્રમણ થયા હતા અને સાચો આંકડો ૩૦ મિલિયનની આસપાસ હોઈ શકે છે.

સરકારી આંકડા મુજબ મહામારીની શરૂઆત થઈ ત્યારથી ઈંગ્લેન્ડમાં ગત પખવાડિયા સહિત ૧૧.૩ મિલિયન કેસીસ નોંધાયા છે. જોકે, વિજ્ઞાનીઓ કહે છે કે આ આંકડો વાસ્તવિક નથી અને જેમને વાઈરસનો ચેપ લાગ્યો હતો પરંતુ, ટેસ્ટિંગ કરાયું ન હતું તેવાં લાખો લોકોને ગણતરીમાં લેવાયા નથી.

કેમ્બ્રીજની ગણતરી મુજબ ૧થી ૧૭ ડિસેમ્બરના ગાળામા અંદાજે ૯૦૦,૦૦૦ કેસ થયા હતા જ્યારે યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી અનુસાર આ સંખ્યા ૯૦૦,૦૦૦ કેસની હતી. જોકે, સરકાર દ્વારા જે દૈનિક આંકડા પ્રસિદ્ધ કરાય છે તેને ધ્યાનમાં લેવાય તો પણ એજન્સીનો આંકડો અવાસ્તવિક જણાય છે. કેમ્બ્રીજના ઈન્ફેક્શન- ફેટાલિટી રેશિયો (IFR) મેથેમેટિકલ મોડેલ અનુસાર ૭૫થી વધુ વયના લોકોમાં મૃત્યુદરનું જોખમ આશરે ૨૦ ટકાનું રહ્યું હતું. જોકે, વેક્સિન્સે પરિસ્થિતિ બદલી નાખી છે. હવે, ૪૦૦ કોવિડગ્રસ્તોમાંથી માત્ર એક (૦.૨૫ ટકા)ને મૃત્યુનું જોખમ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter