ઈક્વલિટી એન્ડ ડાયવર્સિટી સબ ગ્રૂપના પ્રથમ અધ્યક્ષ બુશરા અલી

Wednesday 22nd September 2021 06:02 EDT
 
 

લંડનઃ લેસ્ટર અને રેક્સહામમાં ઓફિસીસ ધરાવતા બુશરા અલી સોલિસીટર્સના સ્થાપક બુશરા અલીને નવા રચાયેલા ઈક્વલિટી એન્ડ ડાયવર્સિટી સબ ગ્રૂપના પ્રથમ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યાં છે. ચેશાયર અને નોર્થ વેલ્સ લો સોસાયટીની કમિટીએ સબ ગ્રૂપની રચનાની પ્રેસિડેન્ટની દરખાસ્તને બહાલી આપી હતી.

આ નિયુક્તિ પછી બુશરા અલીએ જણાવ્યું હતું કે,‘હું ઘણી ખુશ છું અને નિયુક્તિ બદલ ચેશાયર અને નોર્થ વેલ્સ લો સોસાયટીના સભ્યોનો આભાર માનું છું. ધ લો સોસાયટી ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે સ્ટેફાની બોયસ મારી સાથે જોડાયાં છે તેનો પણ મને આનંદ છે. ચેશાયર અને નોર્થ વેલ્સ લો સોસાયટી ખાતે અમે વૈવિધ્યપૂર્ણ પ્રોફેશનલ્સને આગળ કરવા આતુર છીએ. અમારા ડિસેબિલિટી, ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન ચેમ્પિયન તરીકે આઈશા સીદાતની નિયુક્તિ કરવામાં આવી છે જે, યુકેસ્થિત લો ફર્મમાં પ્રથમ વખત છે. ઈક્વલિટી એન્ડ ડાયવર્સિટી સબ ગ્રૂપના અધ્યક્ષ બનવું તે મારાં ઈક્વલિટી અને ડાયવર્સિટી કાર્ય સાથે સુસંગત છે. હું વિવિધતા, સામાજિક ગતિશીલતા અને ઈન્ક્લુઝન સહિતના તમામ મુદ્દાઓ પર સંવાદ આગળ વધારવા ઉત્સુક છું.’

બુશરા અલીએ ૨૦૧૫માં બુશરા અલી સોલિસીટર્સની સ્થાપના કરી હતી. આ ફર્મ હવે ઈમિગ્રેશન લો (ફેમિલી અને બિઝનેસ), ફેમિલી લો (ડાઈવોર્સ અને બાળ વ્યવસ્થા), લિટિગેશન (સિવિલ), પબ્લિક લો (જાહેર સત્તામંડળો અને સંસ્થાઓના નિર્ણયોને પડકાર) અને વિલ્સ સહિતના કાનૂની ક્ષેત્રોને આવરી લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter