લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભાંગી પડેલી સોશિયલ કેર સિસ્ટમને ઉગારવા ઈન્કમ ટેક્સમાં પ્રતિ પાઉન્ડ બે પેન્સના વધારાની શક્યતાને નકારી કાઢી છે. એમ કહેવાય છે કે ચાન્સેલર સુનાકની ટીમ આ પગલાથી વાર્ષિક ૧૦ બિલિયન પાઉન્ડ ઉભા કરવાનું વિચારે છે. જોકે, ટોરી સાંસદો દ્વારા આ મુદ્દે બળવાની શક્યતાને ટાળવા ડાઉનિંગ સ્ટ્રીટે ઈન્કમ ટેક્સમાં વધારો કરવાની કોઈ યોજના નહિ હોવાનું સ્પષ્ટ કર્યું છે.
જો ઈન્કમ ટેક્સમાં વધારો ૨૦૨૪ પહેલા આવે તો ટોરી ઘોષણાપત્રના વચનભંગ જેવું ગણાશે. કહેવાતી યોજનામાં ઈન્કમ ટેક્સના ૨૦ ટકા અને ૪૦ ટકાના બંને બ્રેકેટમાં બે ટકાનો વધારો કરવાની યોજના હતી જેનાથી જ્હોન્સનની મુખ્ય યોજનાઓ માટે ભંડોળ એકત્ર કરી શકાય. બ્રિટિશરોએ પોતાની સારસંભાળ માટે નાણા ચૂકવવા પડે તે રકમમાં ૫૦,૦૦૦ પાઉન્ડની મર્યાદા રાખવાની તરફેણ સાથે જ્હોન્સન ચૂંટણી અગાઉ સિસ્ટમમાં ભારે ફેરફાર ઈચ્છતા હોવાનું મનાય છે. પરંતુ, તેઓ પરિવારો પર અંગત ટેક્સીસને વધારવા ઈચ્છતા નથી