યુકે ગેરકાયદે માઈગ્રન્ટ્સ મુદ્દે ફ્રાન્સને $892મિલિયન ચૂકવશે

Wednesday 29th April 2026 08:13 EDT
 
 

લંડનઃ ગેરકાયદે માઈગ્રન્ટ્સને ઈંગ્લિશ ચેનલ ઓળંગતા અટકાવવા ત્રણ વર્ષની બોર્ડર સિક્યુરિટી સમજૂતી અન્વયે ફ્રાન્સને 660 મિલિયન પાઉન્ડ (892 મિલિયન ડોલર) સુધીની રકમ ચૂકવાશે તેમ બ્રિટને જણાવ્યું છે. આ ફંડનો હિસ્સો પરિણામ આધારિત રહેશે.

ઉલ્લેખનીય છે કે 2025માં આશરે 41,000 લોકોએ નાની બોટ્સમાં ઈંગ્લેન્ડ પહોંચવા ઈંગ્લિશ ચેનલ ઓળંગી હતી. નોર્ધર્ન ફ્રાન્સના સમુદ્રતટો પર 1100 કાનૂની અમલપાલન, ઈન્ટેલિજન્સ અને મમિલિયરી કર્મચારીઓ સહિત એન્ફોર્સમેન્ટને વધારવા આશરે 500 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવામાં આવશે. જો આ રણનીતિ માઈગ્રન્ટ્સને અટકાવવામાં સફળ થતી જણાશે તો વધુ 160 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરાશે. અન્યથા એઐક વર્ષ પછી ભંડોળ રોકી દેવાશે.

નવી સમજૂતી 2023માં સંમત કરાયેલી 480 મિલિયન પાઉન્ડ ચૂકવણીની ત્રણ વર્ષની સમજૂતીનું સ્થાન લેશે. જૂની સમજૂતી આ વર્ષે સમાપ્ત થઈ ગઈ છે. બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરની લેબર પાર્ટીએ જુલાઈ 2024માં સત્તા સંભાળી તે પછી ફ્રાન્સ સાથેની સંયુક્ત કામગીરીથી 42,000થી વધુ ક્રોસિંગના પ્રયાસો અટકાવી દેવાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter