ઈયુમાં બ્રિટિશ સભ્યપદનો ઈતિહાસ

Wednesday 05th February 2020 04:53 EST
 

બ્રિટને આખરે યુરોપિયન યુનિયનનું સભ્યપદ છોડી દીધું છે. જોકે, ઈયુની સ્થાપનાના પગરણ છેક ૧૯૫૧થી મંડાયા હતા.

૧૯૫૧ – કોમન માર્કેટના છડીદાર તરીકે યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની રચના

૧૯૫૭ – યુરોપિયન ઈકોનોમિક કોમ્યુનિટી (EEC)ની સ્થાપના માટે રોમ સંધિ પર હસ્તાક્ષર

૧૯૬૦ – બ્રિટને અન્ય છ દેશો સાથે મળી યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશનની રચના કરી

૧૯૬૧- બ્રિટને EECમાં જોડાવા અરજી કરી

૧૯૭૩ – ફ્રાન્સના પ્રમુખ દ‘ગોલ દ્વારા બે વખત અટકાવાયા પછી બ્રિટન EECમાં જોડાયું

૧૯૭૪ – લેબર પાર્ટીની EECના સભ્યપદની પુનઃવિચારણા અને રેફરન્ડમની પ્રતિબદ્ધતા વ્યક્ત

૧૯૭૫ – બ્રિટને ૬૬ વિરુદ્ધ ૩૩ ટકા મતથી EECમાં રહેવાની તરફેણ કરી

૧૯૭૭ - લેબર રાજકારણી રોય જેન્કિન્સ યુરોપિયન કમિશનના પ્રમુખ બન્યા.

૧૯૭૯ – યુરોપિયન પાર્લામેન્ટની પ્રથમ સીધી ચૂંટણી. સિંગલ કરન્સી તરફ પ્રથમ પગલારુપે યુરોપિયન મોનેટરી સિસ્ટમની રચના. બ્રિટને નહિ જોડાવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો

૧૯૮૩ – કોમન માર્કેટ છોડવા લેબર પાર્ટીનો પ્રચાર પરંચુ, ચૂંટણીમાં પરાજય

૧૯૮૪ – માર્ગારેટ થેચરે યુરોપમાં બ્રિટિશ બજેટરી યોગદાનમાં રીબેટ મેળવ્યું

૧૯૯૦ – પાઉન્ડ યુરોપિયન એક્સચેન્જ રેટ મિકેનિઝમ (ERM)માં સામેલ

૧૯૯૨ – માસ્ટ્રીટ સંધિ સાથે યુરોપિયન યુનિયનની રચના. પાઉન્ડ ERMમાંથી બહાર

૧૯૯૫ – સરહદવિહોણા પ્રવાસની સ્કેન્જેન સંધિનો અમલ

૧૯૯૭ – યુરોમાં બ્રિટનના જોડાવાની શક્યતા નકારાઈ

૧૯૯૯ – યુરોપીય પાર્લામેન્ટ ચૂંટણીમાં પ્રમાણસર બ્રિટિશ પ્રતિનિધિત્વ

૨૦૦૨ – ૧૨ દેશમાં યુરો નોટ્સ અને કોઈન્સનો ચલણમાં પ્રવેશ

૨૦૦૯- લિસ્બન સંધિથી યુરોપીય પાર્લામેન્ટની સત્તામાં વધારો. યુરોઝોન દેવાં કટોકટી

૨૦૧૧ – યુકેમાં યુરોપિયન યુનિયન એક્ટ દાખલ. ઈયુને સત્તા સોંપણી અગાઉ રેફરન્ડમની જોગવાઈ

૨૦૧૩ – વડા પ્રધાન કેમરને ભાવિ ટોરી સરકાર દ્વારા ઈયુ સભ્યપદ મુદ્દે રેફરન્ડમની ખાતરી ઉચ્ચારી

૨૦૧૬- કેમરને ઈયુ રેફરન્ડમ યોજતા ઈયુ છોડવાની તરફેણમાં ૫૧.૯ અને રહેવા માટે ૪૮.૧ ટકા મત પડ્યા. કેમરને રાજીનામું આપતા તેમના વારસદાર થેરેસા મેએ ઈયુ છોડવા વાટાઘાટો આદરી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter