ગયા વર્ષે ૫૦૨,૦૦૦ ઈમિગ્રન્ટ્સ યુકેમાં આવ્યા હતા તેની સરખામણીએ આ વર્ષના જૂન સુધીમાં આવેલા ઈમિગ્રન્ટ્સની સંખ્યા ૫૮૩,૦૦૦ને વટાવી ગઈ છે. આ જ સમયગાળામાં માત્ર ૩૨૩,૦૦૦ લોકો બ્રિટન છોડીને અન્યત્ર ગયાં છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં ૧૫૪,૦૦૦ની સૌથી ઓછી સંખ્યા પછી નેટ માઈગ્રેશનમાં સતત વધારો થઈ રહ્યો છે, જે આંકડો જૂન ૨૦૧૪ સુધી વધીને ૨૬૦,૦૦૦ થયો છે.