ઈલિંગના ડો. મોહિની પરમારની HSJ એવોર્ડ માટે પસંદગી

Monday 19th September 2016 10:15 EDT
 
 

લંડનઃ NHS ઈલિંગ ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ (CCG)ના અધ્યક્ષ ડો. મોહિની પરમારની ક્લિનિકલ લીડર ઓફ ધ યર તરીકે પ્રતિષ્ઠિત હેલ્થ સર્વિસ જર્નલ (HSJ) એવોર્ડ માટે પસંદગી થઈ છે. પોતાના તમામ કામકાજમાં દર્દીની જરૂરિયાતને કેન્દ્ર સ્થાને મૂકવા, આધુનિક NHS સમક્ષના પડકારોના હિંમતભર્યા ઉકેલ, વિવિધ ક્લિનિકલ મંતવ્યો ધ્યાનપૂર્વક સાંભળવા અને હંમેશા લોકપ્રિય ન હોય તેવા કડક નિર્ણયો લેવા બદલ તેમને આગામી ૨૩મી નવેમ્બરે આ એવોર્ડ અપાશે.

ડો. મોહિની પરમારે જણાવ્યું હતું કે આ ખૂબ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે મારી પસંદગી થઈ તેનો મને ખૂબ આનંદ છે. ઈલિંગ CCGના શ્રેષ્ઠ સ્ટાફ અને હકીકતે તો અમારા પાર્ટનરો અને સપ્લાયરોના કામકાજને બિરદાવાયું છે. ડો. મોહિની પરમારને ૩૦ વર્ષનો અનુભવ છે અને NHS ઈલિંગ ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપની ૨૦૧૨માં રચના થઈ ત્યારથી તેઓ તેના અધ્યક્ષ છે. ઈલિંગ બરોમાં ખરીદી, ડિઝાઈનિંગ અને હેલ્થ કેર સર્વિસીસના આયોજન માટે જવાબદાર આ ગ્રૂપ NHSની સંસ્થા છે.

ડો. પરમારે ઈલિંગમાં મેટરનિટી સેવા વધુ અસરકારક બનાવીને મહિલાઓ અને બાળકોની સંભાળની કામગીરી વધુ કાર્યદક્ષ સ્ટાફથી સજ્જ કરીને સુધારી છે. તેમણે GP પાસે વૃદ્ધ દર્દીઓને જવામાં સરળતા રહે તે માટે નવી થર્ડ સેક્ટર કોમ્યુનિટી ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરવા ઉપરાંત, નવી કોમ્યુનિટી કાર્ડિયોલોજી સર્વિસનો આરંભ કર્યો છે. તેમણે નવી ડાયાબિટીસ અને મેન્ટલ હેલ્થ કેર, ઈસીજી, બ્લડ ટેસ્ટ્સ અને ઘરવિહોણાં લોકો માટે GP ની ખાસ સેવા સહિત ૧૯ નવી સેવા શરૂ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter