ઈસાબંધુઓમાં સંપત્તિની વહેંચણી અને દેવું ઘટાડવાની વાટાઘાટો

Tuesday 12th March 2024 06:06 EDT
 
 

લંડનઃ બ્લેકબર્નસ્થિત ઈજી ગ્રૂપના માલિકો ઝૂબેર અને મોહસીન ઈસા વચ્ચે સંપત્તિની વહેંચણીની વાટાઘાટો ચાલી રહી છે. મોટાભાઈ મોહસીન તેમના પેટ્રોલ સ્ટેશન સામ્રાજ્યમાં હિસ્સો છોડી દે અને ઝૂબેર ઈસા તે હિસ્સો ખરીદી લે તેની વાતચીત ચાલી રહી છે. બીજી તરફ, પેટ્રોલ સ્ટેશન સામ્રાજ્યનો દેવાંબોજ ઘટાડવા ઈજી ગ્રૂપના પ્રયાસોના પગલે ઝૂબેર યુકે અને આયર્લેન્ડમાં કેટલીક સંપત્તિમાં પોતાનો હિસ્સો ડાઈવેસ્ટ કરી શકે છે અને નજીકના ભવિષ્યમાં ડીલની જાહેરાત થઈ શકે તેમ ઈજી ગ્રૂપ દ્વારા જણાવાયું છે.

ગત મહિને અહેવાલો આવ્યા હતા કે ઈસાબંધુઓ અને ટીડીઆર કેપિટલની માલિકીની સુપરમાર્કેટ્સ ચેઈન અસ્ડામાં ઝૂબેર ઈસા પોતાનો 22.5 ટકા હિસ્સો વેચવા પ્રયાસ કરી રહેલ છે. ઝૂબેર ઈસા બ્લેકબર્નથી પેટ્રોલ સ્ટેશન સામ્રાજ્યનું સંચાલન કરે છે જ્યારે મોહસીન ઈસા લીડ્ઝમાં અસ્ડાનું સંચાલન કરે છે. 2001માં સ્થપાયેલું ઈજી ગ્રૂપ 5500 પેટ્રોલ સ્ટેશન ઉપરાંત, યુએસ, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં શોપ્સનો વહીવટ કરે છે. ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં ઈજી ગ્રૂપનું દેવું 6 બિલિયન પાઉન્ડ હતું જે તે વર્ષના જાન્યુઆરીની શરૂઆતે 10 બિલિયન પાઉન્ડ હતું

મોહસીને તાજેતરમાં ઝૂબેર સાથે સંબંધોમાં તિરાડની અફવાઓને નકારી કાઢી કહ્યું હતું કે તેમના સંબંધ ઘણા સારા છે અને તેઓ દિવસમાં બે ત્રણ વખત વાત કરે જ છે. વિવિધ રિપોર્ટ્સ અનુસાર પોતાની પત્નીને છોડી અસ્ડાની પૂર્વ ઓડિટ પાર્ટનર વિક્ટોરિયા પ્રાઈસ સાથે સંબંધથી જોડાવાના મોહસીનના નિર્ણયથી વિખવાદ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter